Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ દારૂ ભરેલી કાર લઈને ભાગ્યો શખ્સ, પોલીસ ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો

અંકલેશ્વરઃ દારૂ ભરેલી કાર લઈને ભાગ્યો શખ્સ, પોલીસ ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો
X

અંકલેશ્વર તાલુકા પોલીસે નેશનલ હાઈવે ઉપર વોચ ગોઠવતાં પોલીસને જોઈને કાર ચાલક ભાગ્યો હતો

અંકલેશ્વર તાલુકા પોલીસે નેશનલ હાઇવે ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે 1.77 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 3 લાખ ઉપરાંતનો મૂદા માલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલૂકા પોલીસને એક ઈન્ડિગો કાર ન. Gj 06 ed 2448 માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરતથી વડોદરા તરફ જઈ રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે તાલુકા પોલીસે ખરોડ નજીક આવેલી દર્શન હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરિમયાન બાતમી વાળી કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કાર ચાલક ત્યાંથી પૂરપાટ ઝડપે કાર લઇ ભાગી છૂટ્યો હતો. પોલીસે તેનો પીછો કરતા કાર ચાલક અંકલેશ્વર નજીક હાઇવે ઉપર નવજીવન હોટલ પાસેના યુટર્ન પરથી સુરત તરફ ભગવા ગયો હતો.

પોલીસને જોઈને મેઘા પેટ્રોલ પમ્પ નજીક કાર રોડની બાજુમાં ઉભી કરી ભગવા જતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા વડોદરાના પ્રતાપ નગર વિસ્તારમાં રહેતો કૌશિક પ્રાણલાલ શાહ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તાપસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.77 લાખની કિંમતના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 420 નંગ બોટલ, 2 મોબાઈલ અને 1.30 લાખની કિંમતની ઈન્ડિગો કાર મળી કુલ રૂપિયા 3.9 લાખના મુદામાલ સાથે કૌશિક શાહની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story