Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ બુટલેગરે દારૂની ખેપ મારવા માટે કારની કરી આવી હાલત, વાંચો વિગતે...

અંકલેશ્વરઃ બુટલેગરે દારૂની ખેપ મારવા માટે કારની કરી આવી હાલત, વાંચો વિગતે...
X

નિલેશ ચોકડી પાસેથી કારમાં લઈ જવાતો 56,500 રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

અંકલેશ્વરની નિલેશ ચોકડી પર કારમાં ચોર ખાના બનાવી લઇ જવાતો 56,500 રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે નાનીમોટી 479 બોટલ જપ્ત કરી હતી. આ દારૂનો જથ્થો સુરતથી વડોદરા તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસને જોઈ જતાં ઇકો કાર ચાલક સ્થળ ઉપર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતાં કારના દરવાજા અને અન્ય ખાનાંમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 3.56 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="59767,59768,59769,59770,59771,59772,59773"]

પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બી પોલીસે બાતમીનાં આધારે સુરતથી વડોદરા જતા રોડ પર નિલેશ ચોકડી સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. જ્યાં ઈકો કાર જી.જે. 15.સી.બી 7754 ની રોકી તલાસી લેવા જતા કાર ચાલાક ત્યાં થી ફરાર થઇ ગયો હતો પોલીસે ઇકો કારના દરવાજા અને અન્ય સ્થળના કવર દૂર કરતા અંદર થી ઈંગ્લીશ દારૂની નાનીમોટી 479 બોટલ મળી આવી હતી .

કુલ 56500 રૂપિયાનો ઈંગ્લીશ દારૂ તેમજ 3 લાખની કિંમતની ઇકો કાર મળી કુલ 3.56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

Next Story