Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ચેક રિટર્નનાં કેસમાં આરોપીને સજા ફટકારતી કોર્ટ !

અંકલેશ્વરમાં ચેક રિટર્નનાં કેસમાં આરોપીને સજા ફટકારતી કોર્ટ !
X

આરોપીને છ કેસોમાં અલગ અલગ સજા ભોગવવા ઉપરાંત ૫૦૦૦૦નો દંડ

અંકલેશ્વરમાં ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને છ કેસોમાં અલગ અલગ સજા ભોગવવાનો હુકમ કર્યો હતો અને ૫૦૦૦૦નો દંડ ફટકારતા ખોટા ચેકો ઈશ્યુ કરીને લોકો સાથે ખોટા વ્યવહાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જો દંડ ન ભરેતો વધુ ૧૮ માસની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="60221,60222"]

અંકલેશ્વરની કોર્ટમાં વિશાલ વિનોદચંદ્ર ગાંધી - HUFએ આરોપી અલ્પેશકુમાર ભીખાભાઇ પંચાલ વિરુધ્ધ ચેક રિટર્ન અંગે કેસ દાખલ કર્યો હતો,જેમાં વિશાલ ગાંધીએ કુલ રૂપિયા ૮ લાખ HUF માંથી આપ્યા હતા , જે પૈકી અલ્પેશકુમારે સમાધાન કરીને ૪.૫૦ લાખ પરત કરવા માટે ૩૫૦૦૦નાં ૧૧ અને એક ૬૫૦૦૦નાં ચેકો આપ્યા હતા,જેમાંથી એક ૩૫૦૦૦નો એક ચેક ક્લિયર થયો હતો,જ્યારે અન્ય રિટર્ન થયા હતા.

જે બાબત અંગે વિશાલ ગાંધીએ અંકલેશ્વર કોર્ટમાં અલ્પેશકુમાર પંચાલ વિરુધ્ધ છ અલગ અલગ કેસો દાખલ કર્યા હતા.જેમાં તેઓનાં વકીલ મહેશ આર.ભગત અને યોગેશ એસ.પરમારની ધારદાર દલીલોને કોર્ટે માન્ય રાખીને આરોપી અલ્પેશકુમાર પંચાલને દરેક કેસમાં એક એક વર્ષની સજા એટલે કે છ વર્ષની સજા તેમજ રૂપિયા ૫૦૦૦૦નો દંડ ફટકાર્યો હતો,જો દંડ ન ભરેતો વધુ ૧૮ મહિનાની સજા કોર્ટે સંભળાવી હતી.આ ઉપરાંત હજી ૫ ચેકો રિટર્ન અંગેનો ચુકાદો હજી બાકી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમને પગલે લોકોને ખોટા ચેકો આપીને ખોટા વ્યવહારો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Next Story