Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા યોજાઇ ટ્રાફિક સ્પેશ્યલ ડ્રાઇવ !

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા યોજાઇ ટ્રાફિક સ્પેશ્યલ ડ્રાઇવ !
X

ટ્રાફિક નિયમન માટે ૬૦ વધુ કારની બ્લેક ફિલ્મ ઉતરાવી

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા પ્રતિન ચોકડી હ્યુમન ટ્રાફિક અને વાહન ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી.લેઝર સિનેમા, હોટલ અને ગેસ્ટ હાઉસમાં હ્યુમન ટ્રાફિકના મામલે સધન ચેકિંગ કર્યું હતું. ટ્રાફિક નિયમન માટે ૬૦ વધુ કારની બ્લેક ફિલ્મ ઉતરાવી હતી.

પોલીસે ૮ જેટલા મોટર બાઇકો ડિટેન કરી કર્યા હતા. ૫૦ થી વધુ વાહનોને દંડ ફાટકર્યો હતો. તો રોડને અડચણ રૂપ ઉભા રહેતા લારીધારકો ને દૂર કર્યા હતા. ૪૦ થી વધુ પોલીસ જવાનો અલગ અલગ ટીમ મેદાનમાં ઉતારી અચાનક સરપ્રાઈઝ ડ્રાઈવ યોજી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી અને સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેસ્ટહાઉસ, અને હોટલમાં ચેકીંગ કર્યું હતું તો ૮ જેટલા લેઝર સિનેમામાં પણ વર્તમાનમાં કરવામાં આવેલ કુતરખાનાની ફરિયાદ આધારે ચેકીંગ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસના પી આઈ જે.જી અમીન તથા બે પી.એસ આઈ. દ્વારા અચાનક કરાયેલા ચેકીંગ થી સમગ્ર સ્ટેશન વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

તો ટ્રાફિકને અડચણ રૂપ રોડ પર ઉભા રહેતા લારી ધારકોને દૂર કર્યા હતા. તેમજ મુખ્ય માર્ગ પર ચાર તરફ ટીમ તેનાત કરી બંને તરફ આવતી કાર પર થી બ્લેક ફિલ્મ દૂર કરી હતી. આ ઉપરાંત બાઇકો પણ ચેક કરી તેમને ,આર.ટી.ઓ અને પોલીસ દંડ ફટકાર્યો હતો. તો કાગળ કે પુરાવા વગરની અને ટ્રાફિક નિયમન ભંગ બદલ ૮ જેટલી બાઇક પણ ડિટેન કરી હતી.

Next Story