Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ બાયો ડીઝલનું ગેરકાયદે વેચાણ કરતા બે શખ્સો SOGનાં હાથે ઝડપાયા

અંકલેશ્વરઃ બાયો ડીઝલનું ગેરકાયદે વેચાણ કરતા બે શખ્સો SOGનાં હાથે ઝડપાયા
X

એસઓજી પેલીસે પ્રવાહી સાથે બે આરોપી સહિત 7.95 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક આર.વી.ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરીમાં અંક્લેશ્વર GIDC વિસ્તારની એસ.ઓ.જી ટીમેકામગીરી પર પાડી છે. આ ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન ટીમને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે નંબર-૮ ઉપરની હોટલ લેન્ડમાર્કનાં પાછણના ભાગે ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ થાય છે. પોલીસની ટીમે બાતમી વાળી જગ્યા ઉપર ઓચિંતી તપાસ કરતાં ટ્રક નંબર GJ-16-Z-1717 માં પ્લાસ્ટીકનાં બેરલમાંથી પંપ વડે બાયોડીઝલ પ્રવાહી નાંખતા બે શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="60351,60352,60353,60354"]

પોલીસે સ્થળ ઉપરથી ઝડપી પાડેલા શખ્સોની પુછપરછ કરતાં તેઓ શંકર ધનજી ભોઈ રહે. અંક્લેશ્વર અને ભાર્ગવ ઘનશ્યામ પંડ્યા રહે. સુરતના હોવાનું જણાવ્યું હતું. તેઓ પંપ અને નજીક જમીનમાં લોખંડની ટેન્ક ફીટ કરી તેમાંથી ટ્રકમાં બાયોડીઝલ પ્રવાહીનો જથ્થો કાઢતાં હતા. તેમની પાસેથી આશરે ૫૧૦૦ લિટર જેની કિંમત રૂપિયા ૩,૪૫,૦૦૦ અને પ્રવાહી કાઢવા માટે ફીટ કરેલા પંપની કિંમત રૂપિયા ૫૦,૦૦૦, ટ્રક નંબર GJ-16-Z-1717ની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા 7.95 લાખની કિંમતના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. હાલ પોલીસે CRPC-41(ડી)હેઠળ અટકાયત કરી આ પ્રવાહી ( બાયોડીઝલ) ની એફ.એસ.એલ મારફતે પૃથ્થકરણ કરાવડાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story