Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ભાદી ગામેથી સ્ટેટ વિજિલન્સે ઝડપેલા જુગારધામનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

અંકલેશ્વરઃ ભાદી ગામેથી સ્ટેટ વિજિલન્સે ઝડપેલા જુગારધામનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
X

સ્ટેટ વિજિલન્સે દરોડા પાડતાં 25.52 લાખનાં મુદ્દામાલ સાથે 19 જુગારીઓને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વરનાં ભાદી ગામે મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે સ્ટેટ વિજિલન્સ દ્વારા ગત તારીખ 7 ઓગષ્ટનાં રોજ રાત્રિનાં સમયે તદરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં અન્ય જિલ્લામાંથી પણ લક્ઝુરિયસ કાર લઈને જુગારીઓ રમવા આવતા હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ વિજિલન્સે સ્થળ ઉપરથી 19 જેટલાં જુગારીયાનોને ઝડપી પાડ્યા હતા. તો આ સમગ્ર પ્રકરમાં સ્થાનિક પોલીસનાં અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણનો મુખ્ય આરોપી શૌકત ભાદીકર પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. જને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.

ભાદી ગામેથી પોલીસે 19 જૂગારીઓ સાથે 25.52 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મુખ્ય આરોપી સૌકત ઝડપાતાં હજી તેનો ભાગીદાર અને સુરતનો રહિશ કાદર હજી પણ વોન્ટેડ છે. પોલીસે તેને પકડી પાડવા માટે કવાયત ચાલુ રાખી છે. ભાદી ગામે ભાડાના ખેતરમાં ચાલતા આ જુગારધામ ઉપર સુરત અને રાજપીપળા સહિત આસપાસનાં વિસ્તારોમાંથી જુગારીઓ મોટા પાયે જુગાર રમવા માટે આવતા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ મામલે જિલ્લા પોલીસવડાએ 9 પોલીસ કર્મીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

Next Story
Share it