Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ કાપોદ્રા નજીકથી ત્રણ અને સજોદ ગામની સીમમાંથી 3 જુગારીઓ ઝડપાયા

અંકલેશ્વરઃ કાપોદ્રા નજીકથી ત્રણ અને સજોદ ગામની સીમમાંથી 3 જુગારીઓ ઝડપાયા
X

GIDC પોલીસે 34670નો અને તાલુકા પોલીસે 60 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલ ક્લાસિક હોટલ પાછળ બિલ્ડીંગની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીઓને રૂપિયા 34670ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. તો તાલુકા પોલીસે સજોદ ગામની સીમમાંથી ત્રણ જુગારીઓને 4 બાઈક સહિત 60 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત મહિતી અનુસાર અંકલેશ્વરનાં કાપોદ્રા પાટિયા પાસે આવેલી ક્લાસિક હોટલ પાછળની એક બિલ્ડીંગની ખુલ્લી લોબીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.ધૂળિયાને મળી હતી જે બાતમીને આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. સ્થળ પરથી પોલીસે ત્રણ જુગારીઓને અટકાયત કરી તેઓ રહેલ રોકડ રૂપિયા 10.૬૭૦ અને ત્રણ મોબાઈલ ફોન કીમત રૂપિયા 24300 મળી કુલ રૂપિયા 34670નો મુદ્દામાલ ઝડપી પાડી ત્રણેય જુગારીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં સજોદ ગામની સીમમાં જુગાર રમાય રહ્યો હોવાની બાતમી તાલુકા પોલીસને મળતા તેઓએ રેડ કરતા જુગાર રમતા યોગેશ પટેલ, અર્જુન વસાવા અને રવજી વસાવા ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પર થી ચાર બાઈક અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 60 હજાર 500 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story