Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ સાંસદે જન્મદિવસ નહીં મનાવવા અપીલ કરી છતાં કાર્યકરો અધિરા બન્યા

અંકલેશ્વરઃ સાંસદે જન્મદિવસ નહીં મનાવવા અપીલ કરી છતાં કાર્યકરો અધિરા બન્યા
X

કેટલાંક માધ્યમોએ પોતાનો આર્થિક લાભ ખાટવા શુભેચ્છા પાઠવવા કાર્યકરોને મનાવ્યા?

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનો આજે જન્મ દિવસ છે. જોકે તેમણે આગલા દિવસે જ જાહેરાત કરી હતી કે, તે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે. કારણ કે, પુર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈનાં નિધનને પગલે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે. વળી ભરૂચનાં માજી ધારાસભ્ય મોહંમદ ફાંસીવાલાના નિધનથી હાલ ભરૂચ જિલ્લામાં પણ શોકનો માહોલ છે. જેના કારણે કાર્યકરોને પણ જન્મ દિવસની શુભેચ્છા નહીં આપવા અપીલ કરી હતી.

અહેમદ પટેલની અપીલ છતાં કેટલાંક કાર્યકરોની ઉતાવળ કહો કે પછી જાણીતા સમાચાર માધ્યમની અધિરાઈ. પોતાનો આર્થિક લાભ ખાટી લેવા માટે જિલ્લાનાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોને મનાવ્યા. અને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતી મસમોટી જાહેરાતો પ્રસિધ્ધ કરવામાં આવી. એક તરફ સમાચારોમાં હકારાત્મકતાની વાતો કરતા હોય ત્યારે કોઈની ના હોવા છતાં મોઢામાં આંગળા નાંખી કમાણી કરી લેવાની મનછા સાથે હલકી પ્રસિધ્ધિ માટે આવું કરવું કેટલું યોગ્ય? એક તરફ રાષ્ટ્રીય શોક અને જિલ્લામાં અગ્રણીના અવસાન છતાં પણ ખોબે ખોબા ભરીને શુભેચ્છા સંદેશો પાઠવવો કયા પ્રકારની માનસિકતા સમાજમાં ખડી કરે છે??

Next Story