Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પ્રતિન ચોકડી વિસ્તારમાં જુગાર રમતા 3 ઝડપાયા

અંકલેશ્વરઃ પ્રતિન ચોકડી વિસ્તારમાં જુગાર રમતા 3 ઝડપાયા
X

પોલીસે ઝાડીઓમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી 2400 રૂપિયા કબજે કર્યા

અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં જુગાર રમતા 3 જુગારીયાને શહેર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 2400 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં જુગાર રમતા 3 જુગારીયાઓ શહેર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પ્રતિન ચોકડી પાસે ડો.બેગ કંપનીની દીવાલ પાછળ આવેલી બાવળની ઝાડીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતા રાહુલ પરમાર, પિયુષ વસાવા અને શકીલ અન્સારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની અંગ જડતી અને દાવ પર મુકેલ રોકડા 2400 રૂપિયા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story