અંકલેશ્વરમાં શહેર યુવા ભાજપ દ્વારા તો જીઆઇડીસીમાં સ્વામિવિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા કરાઇ ઉજવણી

તા.૧૨ જાન્યુઆરી એટલે “ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”. નું સુત્ર આપનાર સ્વામી વિવેકાનંદ ૧૨મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીનો દિવસ. આત્મ વિશ્વાસ,જ્ઞાન અને વેધક વાણી થકી વિવેકાનંદે,ધર્મ પરિષદ ગજાવીને ઘેલું કર્યું અમેરિકા અને વિશ્વને.  હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવ્યો જગમાં આ સ્વામીજીએ, ટૂંકા જીવનમાં મહાન કાર્યો કરી નામ અમર કરી ગયા.

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

અંકલેશ્વર શહેર યુવા ભજપા દ્વારા સિનિયર સીટીઝન પાર્ક ખાતે આવેલ સ્વામિવિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી દબદબાભેર જન્મ જયંતિની ઉજવણી કરી હતી.જેમાં શહેર યુવા ભાજપા પ્રમુખ ધર્મેન્દ્રભાઇ પુષ્કરણા તથા તેમનીયુવા મોરચાની ટીમ,અગ્રણી સંદિપભાઇ પટેલ, શહેર પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ સહિત ભાજપાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

સ્વામિ વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસ કેંન્દ્ર દ્વારા કરાઇ હતી. જેમાં સ્વામિ વિવેકાનંદની તસ્વીરને ફૂલહાર તેમજ દિપ પ્રગટાવી કરાઇ હતી.આ કાર્યક્રમમાં સંસ્કારદિપ શાળા સહિતની શાળાઓના બાળકો સ્વામિ વિવેકાનંદ પર બનેલ શોર્ટ ફિલ્મ દર્શાવી સ્વામિ વિવેકાનંદ શું હતા તે વિષે માહિતિ આપી હતી. આ કાર્યક્રમમાં રામક્રિષ્ના મઠ એન્ડ મિશનના પૂણેના સ્વામિ હરેશાનંદજી, દિનેશભાઇ સેવક, એ.આઇ.એ પ્રમુખ મહેશભાઇ પટેલ,નરેશભાઇ પુજારા સહિત મોટી સંખ્યામાં જી.આઇ.ડી.સીના આગેવાનો અને હોદ્દેદારો તથા બાળકો ઉપસ્થીત રહ્યા હતા.

LEAVE A REPLY