Connect Gujarat
Featured

અંકલેશ્વર : રેલ્વે દ્વારા મુસાફરોને રૂ. 8 લાખ જેટલું રિફંડ અપાયું, સોશિયલ ડિસ્ટન્સનું રખાયું ખાસ ધ્યાન

અંકલેશ્વર : રેલ્વે દ્વારા મુસાફરોને રૂ. 8 લાખ જેટલું રિફંડ અપાયું, સોશિયલ ડિસ્ટન્સનું રખાયું ખાસ ધ્યાન
X

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે રેલ્વે વિભાગની ઠપ્પ થયેલી રિઝર્વેશન સિસ્ટમને ફરી શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે આગાઉ રદ્દ થયેલી ટ્રેનોની ટિકિટના રિફંડ અંગે પણ નિર્ણય લેવામાં આવતા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે 2 દિવસમાં મુસાફરોને રૂપિયા 8 લાખ જેટલું રિફંડ આપવામાં આવ્યું હતું.

પશ્વિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે રિઝર્વેશન કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા 60 દિવસ ઉપરાંતથી રદ્દ થયેલી કેટલીક ટ્રેનોના મુસાફરો પોતાના રિફંડ મામલે મુંજવણમાં હતા, ત્યારે હવે રેલ્વે વિભાગ દ્વારા તેઓને સહુલત સાથે રિફંડ આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે 2 દિવસ દરમ્યાન 250થી વધુ મુસાફરોને અંદાજિત રૂપિયા 8 લાખ જેટલું ટિકિટનું રિફંડ આપવામાં આવ્યું હતું.

Next Story