અંકલેશ્વર : એશિયન પેઇન્ટ ચોકડી પાસે ગેસલાઇન લીકેજ થતાં આગ ફાટી નીકળી

0

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ એશિયન પેન્ટ ચોકડી નજીક રાજપીપળા જવાના માર્ગ ઉપર રૂમની બાજુમાં અગમ્ય કારણસર રોડની બાજુમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી.

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એશિયન ચોકડી રાજપીપળા ચોકડી જવાના માર્ગ ઉપર આજરોજ એકાએક ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. એકાએક ગેસ વછુટવા લાગતાં આગ ફાટી નીકળી હતી. .આ ઘટનાની જાણ આજુબાજુના રહીશોએ ડીપીએમસીને કરી હતી. ડીપીએમસીના ફાયર ફાયટરોએ તાત્કાલિક અસરથી દોડી આવી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ ગુજરાત ગેસ કંપનીને જાણ કરતાં ગુજરાત ગેસ ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી ગેસ લીકેજ અટકાવવા માટે ની કામગીરી ને યુદ્ધના ધોરણે કામ ચાલુ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here