Connect Gujarat
Featured

અંકલેશ્વર : મરહુમ સાંસદ અહમદ પટેલના સેવા કાર્યને આગળ ધપાવતાં પુત્ર અને પુત્રી, જુઓ જરૂરીયાતમંદો માટે શું કર્યું

અંકલેશ્વર : મરહુમ સાંસદ અહમદ પટેલના સેવા કાર્યને આગળ ધપાવતાં પુત્ર અને પુત્રી, જુઓ જરૂરીયાતમંદો  માટે શું કર્યું
X

રાજયસભાના મરહુમ સાંસદ અહેમદ પટેલને શ્રધ્ધાંજલિ આપવા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ ખાતે ત્રણ દિવસીય મેડિકલ અને સર્જીક્લ કેમ્પનો સોમવારના રોજથી પ્રારંભ થયો છે.

રાજય સભાના સાંસદ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહમદ પટેલનું તારીખ 25 નવેમ્બરના રોજ નિધન થયું હતું. ત્યારે તેઓના નિધનના આજે 40માં દિવસે તેમને શ્રધ્ધાંજલિ આપવા સેવા કાર્ય હાથ ધરાયું હતું. અહમદ પટેલના પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યુટ શરૂ થઈ હતી. ત્યારે તેમના સ્મરણમાં તારીખ 4, 5 અને 6 જાન્યુઆરી દરમ્યાન હોસ્પિટલ ખાતે ત્રણ દિવસીય મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો છે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી,અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ, હોસ્પિટલના ટ્રસ્ટી જયેશ પટેલ,ચંદ્રેશ પટેલ, જિલ્લા કોંગ્રેસનાં પ્રવકતા નાઝુ ફડવાલા તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે જણાવ્યુ હતું કે તેમના પિતા અહમદ પટેલના સેવાકાર્યને આગળ ધપાવવા તેઓ કટીબધ્ધ છે અને અમારા પિતાના સેવાકાર્યને અમે ભાઇ- બહેન અટકવા દઇશું નહિ.

Next Story