Connect Gujarat
Featured

અંકલેશ્વર : અમદાવાદના ટ્રક ડ્રાયવરે લીધી સારવાર, કોરોના પોઝીટીવ આવતાં દોડધામ

અંકલેશ્વર : અમદાવાદના ટ્રક ડ્રાયવરે લીધી સારવાર, કોરોના પોઝીટીવ આવતાં દોડધામ
X

રાજયમાં ચાલી રહેલાં કોરોના વાયરસના કહેર વચ્ચે અત્યાર સુધી સલામત રહેલાં અંકલેશ્વરમાં કોરોના વાયરસનો દર્દી મળી આવતાં રાજપીપળા ચોકડી પાસે આવેલી હોટલ સિલ્વર ગેટ તેમજ આસપાસના વિસ્તારને કોવીડ કન્ટેઇન્ટમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદથી વાપી ટ્રક લઇને જઇ રહેલાં ટ્રક ડ્રાયવરની અંકલેશ્વર નજીક તબિયત લથડી હતી. ટ્રકના ડ્રાયવરે પ્રથમ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલાં ડા. વર્માના કલીનીક પર સારવાર લીધી હતી. પણ તેને કોરોનાના લક્ષણો જણાતાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જયાં તેનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ટ્રક ચાલકના સંપર્કમાં આવેલાં તબીબ સહિત અન્ય લોકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. ટ્રક ડ્રાયવર અમદાવાદનો વતની હોવાથી ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો સત્તાવાર આંકડો 27 જ રહયો છે. અંકલેશ્વરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ આવ્યાં બાદ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આરોગ્ય વિભાગ તથા નગરપાલિકાએ સેનીટાઇઝેશન સહિતની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ જિલ્લા કલેકટર એમ.ડી. મોડીયાએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં આવેલી હોટલ સિલ્વર ગેટ તેમજ આસપાસના વિસ્તારને કોવીડ કન્ટેઇન્ટમેન્ટ એરિયા જાહેર કરી દીધો છે. હવે આ વિસ્તારમાં લોકોની અવરજવર પર સુંપુર્ણપણે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

Next Story