Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ગેરકાયદે પક્ષીઓ રાખતા બે લોકોની વન વિભાગે શંકાનાં આધારે કરી અટકાયત

અંકલેશ્વરઃ ગેરકાયદે પક્ષીઓ રાખતા બે લોકોની વન વિભાગે શંકાનાં આધારે કરી અટકાયત
X

કોસમડી વિસ્તારમાં આવતા ગણાશપાર્ક વિસ્તારમાં વન વિભાગ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી હતી

અંકલેશ્વરમાં ગેરકાયદેસર પક્ષી વેચતા અને કેદ રાખતા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કોસમડી વિસ્તારમાં આવતા ગણેશપાર્ક -3 વિસ્તારમાં તપાસ કરતાં એક ઘરમાંથી મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન અને ભારતીય પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓને વન વિભાગે કબજે કર્યા છે. સમગ્ર પ્રકરણમાં શંકાનાં આધારે બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.અંકલેશ્વરમાં કેટલાંક રહેણાંક વિસ્તારોમાં પક્ષીઓને ગોંધીને ગેરકાયદે રાખવામાં આવતા હોવાની ભરૂચ વન વિભાગને બાતમી મળી હતી. જેના આધારે આજરોજ ગુપ્ત રાહે રેડ કરવામાં આવી હતી. દરમિયાન બાતમી વાળી જગ્યા ગણેશપાર્ક -3, કોસમડી વિસ્તારમાં તપાસ કરતાં કેટલાંક પક્ષીઓ વન વિભાગની ટીમને એક ઘરમાંથી મળી આવ્યા હતા. વળી આ પક્ષીઓ રાખનારાઓએ ઘરમાં જાળીએ તેમજ માળા પણ બનાવી રાખ્યા હતા. જેથી વન વિભાગે શંકાનાં આધારે હાલ તો બે વ્યક્તિની અટકાયત કરી છે. વન વિભાગનાં અધિકારીઓનો સંપર્ક કરતાં આ બાબતે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ વધુ વિગતો કહી શકાશે તેમ જણાવ્યું હતું.

Next Story