Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેર પોલીસે રીક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે બેને ઝડપીપાડ્યા...!

અંકલેશ્વર શહેર પોલીસે રીક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે બેને ઝડપીપાડ્યા...!
X

પોલીસે રીક્ષા અને ભારતિય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૭૭,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર શહેર પોઇલીસને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ટાઉન વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એક રીક્ષામાં ભારતિય બનાવટના વિદેશી દારૂની કરાતી હેરાફેરી ઝડપી પાડવામાં પોલિસને સફળતા મળી હતી. પોલીસે રીક્ષા ચાલક સહિત એન્ય એક આરોપીને ઝડપી પાડી કુલ ૭૭,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જેકરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક અસામાજીક તત્વો રીક્ષા મારફત વિદેશી દારૂની અંકલેશ્વર શહેરમાં હેરાફેરી કરે છે.જે બાતમીના આધારે વોચ ગોઠવી પેટ્રોલીંગ હાથધરતા પોલીસ ટીમે અંકલેશ્વર ટાઉન વિસ્તારમાં થી પસાર થતી રીક્ષા નં. GJ-16-W-7873ના ચાલકને અટકાવી તેની પુછપરછ કરતા તેણે તેનું નામ વિશાલ રાજેશ કાયસ્થ (રહે. રૂમ.નં.૯૪, બ્લોક નં. ૮, ગુ.હા.બોર્ડ,હસ્તી તળાવ અંકલેશ્વર) હોવાનું તેમજ રીક્ષામાં પાછળ સવાર યુવાને પોતાનું નામ હીરાસીંગ ફતેસીંગ ચીકલીગર (રહે. આંબાવાડી,ગજાનંદ સોસાયટી પાસે અંકલેશ્વર)હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની રીક્ષાની તલાસી લેતા રીક્ષામાં પાછળની સીટના પાછલા ભાગે બે મીણીયા કોઠળા અને એક કાપડની થેલી મળ્યા હતા.જેમાં જોતા ભારતિય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ એમ.એલની બોટલો મળી આવી હતી.

અંકલેશ્વર શહેર પોલીસે આ બે ઇસમોની અટકાયત કરી પુછતાછ હાથ ધરતા તેમણે આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ દમણ ખાતેની વાઇન શોપમાંથી વેચાણ અર્થે ખરીદેલ હોવાનું અને રીક્ષામાં લાવ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બે મીણીયા થેલામાં મુકેલ ૧૦૮ એમ.એલ વ્હીસ્કીની કુલ ૧૬૨ બોટલ તેમજ કાપડના થેલામાં મુકેલ ૧૨ નંગ જીનની બોટલો કબ્જે લેવા સાથે રીક્ષા પણ કબ્જે કરી હતી.અંકલેશ્વર શહેર પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી અલગ-અલગ બ્રાંડની દારૂની ૧૭૪ નંગ કિંમત રૂપિયા ૧૭,૪૦૦/- તથા રીક્ષા કિંમત રૂપિયા ૬૦,૦૦૦/ મળી કુલ ૭૭,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝદપાયેલા બંન્નેવ વિરૂધ પ્રોહિ. એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story