Connect Gujarat
Featured

અંકલેશ્વર : માસી અને ભાણેજ કારમાં આવી રહયાં હતાં ઘરે, જુઓ તેમની સાથે શું થયું

અંકલેશ્વર : માસી અને ભાણેજ કારમાં આવી રહયાં હતાં ઘરે, જુઓ તેમની સાથે શું  થયું
X

અંકલેશ્વરમાં ડીએસપી કચેરી ખાતે ફરિયાદ કરી પરત આવતા માસીની નજર સામે ભાણેજનું અપહરણની ઘટના શુક્રવારના રોજ બનાવ પામી છે. હાંસોટ ખાતે એક વર્ષ પૂર્વેના ઝગડાની રીસ રાખી યુવાનનું અપહરણ કરાયું હોવાનું બહાર આવ્યું છે.

બનાવની વિગતો અનુસાર ગુરૂવારના રોજ શોએબની બહેન સુમૈયાની મશ્કરી કરી પજવણી કરતા શોએબએ તેને હાંસોટ પોલીસ મથકે અરજી કરવા માટે મોકલી હતી પણ ત્યાં મશ્કરી કરનાર ઈસમો પહોંચતા તેવો ડરીને પરત ધરે જતી રહી હતી. જે વાત પોતાના ભાઈ સોયેબને કહેતા સોયેબ તેની માસી સાજેદાબેન ઉર્ફે ગોરી મજમુંનેર મુન્ના બશીરશેખ ફત્તેનગર સર્વોદય સોસાયટી ખાતે રહે તેમની સાથે ભરૂચ માસીના પુત્ર સાથે ગયા હતાં. જ્યાં ફરિયાદ કરી તેવો પરત આવી રહ્યા હતા તે દરમિયાન માસીનો છોકરો પ્રતિન ચોકડી ખાતે કામ અર્થે ઉતરી ગયો હતો. દરમિયાન તેવો પીરામણ હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા તે દરમિયાન સ્કોર્પિયોઅને ફોર્ચ્યુનર કારમાં આવેલ 6જેટલા ઈસમો તેમનીસ્વીફ્ટ કારને આતંરી હતી અને તેમની સ્વીફ્ટ કાર આગળ પાછળ બન્ને ગાડી ઉભી કરીદીધી હતી. અને ગાડી માંથી જાહીદ કાનુગા અને બદરુદ્દીન અશરફુદ્દીન ખાન નીચે ઉતર્યા હતાઅને તેવો કાર માંથી શોએબ ને બહાર કાઢી માર મારવાની શરૂઆત કરી હતી અને તેમની સાથે આવેલ ઈદ્રીશ ખ્વાજા, મુજિબ મલેક, ઇન્ટુ ખ્વાજા અને ઈકરામ મલેક પણ બહાર આવ્યા હતાઅને તેમને માર માર્યા બાદ સાજેદાબેન પાસેથી મોબાઈલ લઇ લીધો હતો ને તેમની સાથે અભદ્ર વ્યવહાર કરતા તેવો ત્યાં થી બહાર નીકળી ભાગ્યા હતા.

તે દરમિયાન તેમની નજર સામે જ સ્વીફ્ટ કારસાથે શોએબનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે સાજેદાબેન શહેર પોલીસ મથકે જાણકરતા પોલીસ ટુકડીઓ દોડતી થઇ ગઈ હતી જે દરમિયાન શોએબને હાંસોટ ખાતે તેની સ્વીફ્ટ કાર સાથે છોડી મુકવામાં આવ્યો હતો. અને તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા ઘટના સંદર્ભે સાજેદાબેન ઉર્ફે ગોરી મજમુંનેર મુન્ના બશીર શેખ 6જેટલા ઈસમો વિરુદ્ધફરિયાદ આપતા પોલીસે અપહરણ મારામારી સહીતનો ગુનો નોંધી તમામઆરોપીઓને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

Next Story