Top
Connect Gujarat

અંકલેશ્વર: ત્રણ સંતાનોની માતા બની જશોદા, ત્યજેલ બાળકને અપનાવી કરે છે તેનું ભરણપોષણ...!

અંકલેશ્વર: ત્રણ સંતાનોની માતા બની જશોદા, ત્યજેલ બાળકને અપનાવી કરે છે તેનું ભરણપોષણ...!
X

આજની ૨૧મી સદીની યુવાધન પોતાની મોજ મસ્તીની યુવાનીમાં કરેલી ગંભીર ભૂલો નું પરિણાણ ભોગવવાની જગ્યાએ પોતાની ભૂલોને તરછોડીને અવાવરું જગ્યાએ મૂકી દેતા હોય છે. જ્યારે ઝુપડપટ્ટી જેવી વિસ્તારમાં રહેતા લોકો કોઈ પણ ધર્મનું તરછોડાયેલ બાળક હોય છે. જેને પોતાનો અપનાવી એક માતાની ભૂમિકા ભજવી તરછોડાયેલા બાળકને પરિપૂર્ણ પ્રેમ આપી એની સાર સંભાળ રાખી અને તેનો ઉછેર કરે છે.

આ માતા નિસ્વાર્થ ભાવે કુમળી વયના બાળકોને નો ઉછેર કરે છે. આવા બાળકો પ્રત્યે સમાજમાં જાગૃતિ સમાન આ માતાએ એક અનોખી મિશાલ પ્રદાન કરી છે. જે માતાએ લોકોને ત્યાં ઘરકામ કરી પોતાના ૩ બાળકો હોવા છતાં આ બાળકને અપનાવી ગુજરાન ચલાવી તેમજ આ બાળકનું પણ ભરણપોષણ કરી મોટો કર્યો છે.

હાલમાં આ બાળક ધોરણ ૬ માં અભ્યાસ કરે છે સમાજ આવા ઘણા બાળકો પ્રત્યે આગળ આવે તો આવા બાળકોની સ્થિતિમાં સુધારો આવે તેમ છે. જે આગળ ભણી અન્ય બાળકોને મદદરૂપ થાય એવું લોક પૂછી રહ્યા છે. પરંતુ બીજી તરફ વાલીઓ પોતાના દીકરા-દીકરીઓને પોતાના ઘરથી અભ્યાસ માટે રાજયના સ્કૂલમાં અભ્યાસ માટે દૂર મૂકતા હોય છે. સામન્ય રીતે દરેક માતા-પિતાની એક મહેચ્છા હોય છે કે, મારા દીકરા દીકરી સારો અભ્યાસ કરી સારી નોકરી મેળવી શકે, પરંતુ આવા દિકરા-દિકરીઓ કોલેજકાળ દરમિયાન પોતાની યુવાનીમાં જોશ કોઈ બેસીને આવા ધૃણાસ્પદ કિસ્સાઓ કરી પોતે પોતે કરેલી ભૂલોનું છુપાવવા માટે પાપનું અ કચરાપેટીમાં નાખતા હોય છે.

કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું તેનું ભગવાન હોય છે અને આ ભગવાનના રૂપે આ માતા આ બાળકને મળી છે.જેને આજે આ બાળક પોતાની મા માની જીવનભર સાથ આપશે ખરા અર્થમાં એક માતા સ્વરૂપે આ બાળકને એક ભગવાન જ મળ્યા છે એમ કહેવાય.આવી જશોદા બનેલ જનેતાને સો સો સલામ.

Next Story
Share it