અંકલેશ્વર : વીજ ટ્રાન્ફોર્મર તોડી કોપર વાયર ચોરતી ગેંગ ઝડપાઇ

204

કુલ રૂપિયા ૭૫,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગલની કાર્યવાહી હાથધરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સીમ વિસ્તારમાં આવેલ માંડવા,કાસીયા તથા સુરવાડી,જૂના દિવા,નવા દિવા તેમજ આસપાસના ગામોમાં ખેતી માટે આપવામાં આવતી વીજ લાઇનના ટ્રાન્સ્ફોર્મર તોડી તેમાંથી કોપરવાયરની ચોરી કરાતી હોવાના ગુનાઓ અટકાવવા અંકલેશ્વર ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષકની રાહબરીમાં પો.સ.ઇ કે.એમ.ચૌધરી તથા તેમની ટીમ બનાવી એક સ્પેશ્યલ સ્કોર્ડની રચના કરવામાંઆવી હતી.

ટીમની તપાસ દરમિયાન શકમંદ ઇસમઓ અને અગાઉ ગુનામાં પકદાયેલ આરોપીઓની વોચ ગોઠવી હતી.જેમાં મળેલ બાતમીના આધારે અગાઉ વિજ ટ્રાન્સફોર્મર ના ગુનામાં પકડાયેલ અરવિંદભાઈ દેવજી વસાવા રહે. નૌગામા તા. અંકલેશ્વર તેના સગરીતો સાથે ચોરીને અન્જામ આપવામાં હાલ પણ સક્રીય છે.તેમજ તે અને તેના સાગરીતો ચોરી કરેલ કોપર વાયરો વેચાણ અર્થે બાઇકો પર લઈ નીકળયા હતા.જેમને ગડખોલ પાટીયા પાસે આયોજન પૂર્વક પાંચ ઇસમો જેમાં અરવિંદ દેવજી વસાવા,શામળભાઇ દ્વ્વજી વસાવા,દિનેશ અરવિંદ વસાવા,રાકેશ શંકર વસાવા તમામ રહે.નૌગામા નિશાળ ફળીયું,અંકલેશ્વર તથા કમલેશ ઉર્ફે મુન્નો જશુ વસાવા ર્હે. જૂના હરીપુરા તા. અંકલેશ્વરને રોકી તપાસ અને પુછતાછ કરતા તેમની પાસેથી અલગ-અલગ સાઇજના નટ-બોલ્ટ ખોલવાના પાના,પકડ તેમજ મીણીયા કોથળામાં ભરેલ ટ્રાન્સફોર્મરમાં વપરાતી કોપર કોઈલો મળી આવી હતી.જેથીપોલીસે પાંચેવ આરોપીઓની અટક કરી આકરી પુછપરછ કરતા તેઓએ અંકલેશ્વર તાલુકાના માંદવા,કાસીયા,છાપરા,બોરભાઠા,સુરવાડી,જુના દીવા વિગેરે ગામોની સીમમાંથી રાતના સમયે ખેતીના ઉપયોગ માટે આપવામાં આવતી વિજલાઇનના ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર વયરની ચોરી કર્યાનું કબુલ્યું હતું.

અંકલેશ્વર પોલીસે ઝડપાયેલા અરોપીઓ પાસેથી કોપરની રીંગો તેમજ કોપર તારના ગુંચળા કુલ ૧૨૪ કી.ગ્રા. કિંમત રૂપિયા ૩૭,૨૦૦, રોકડા રૂપિયા ૧૯૦૦/-, મોબાઇલ નંગ ૩ કિંમત રૂપિયા ૬૫૦૦/-, બાઇક નંગ ૩ કિંમત રૂપિયા ૨૯૦૦૦, પક્ડ પાના કિંમત રૂપિયા ૫૦૦ મળી કુલ રૂપિયા ૭૫,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY