Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ બ્લોક હેલ્થ સેન્ટર દ્વારા શહેરમાં કરાયો સર્વે, 13 લોકોનાં બ્લડ સેમ્પલ લેવાયા

અંકલેશ્વરઃ બ્લોક હેલ્થ સેન્ટર દ્વારા શહેરમાં કરાયો સર્વે, 13 લોકોનાં બ્લડ સેમ્પલ લેવાયા
X

આરોગ્યની 25 જેટલી ટીમોએ 11 હજાર લોકોની આરોગ્ય લક્ષી ચકાસણી કરી.

અંકલેશ્વર તેમજ તાલુકામાં વધી રહેલા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની વધી રહેલી સંખ્યાને પગલે બ્લોક હેલ્થ સેન્ટર દ્વારા શહેરમાં લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી વોર્ડ નંબર 1 માં 2685 જેટલા મકાનોનો ઇન્ટ્રા ડોમેસ્ટિક સર્વે પણ કરવામાં આવ્યો હતો. જેમાં 11 હજારથી વધુ લોકોની 25 જેટલી ટીમો દ્વારા આરોગ્ય લક્ષી ચકાસણી કરવામાં આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66631,66632,66633,66634,66635,66636,66637,66638,66639,66640,66641,66642,66643,66644,66645"]

આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં શંકાસ્પદ ડેન્ગ્યુના આધારે 13 વ્યક્તિનાં બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આરોગ્ય ટીમની 2 મોબાઈલ વાન દ્વારા સ્વાઈન ફલૂ, અને ડેન્ગ્યુ વિષે જાહેર અપીલ તેમજ બચવા અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી. જુન મહિનાથી ચાલુ થયેલા ઇન્ટ્રા ડોમેસ્ટિક સર્વેમાં 2.31 લાખ લોકોની તાલુકા અને શહેરી વિસ્તારોમાં 3 વખત સર્વે કરાયો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

આ સમગ્ર અભિયાન બાદ પણ ભરૂચ અને અંકલેશ્વરમાં સ્વાઈન ફલૂના 3 જેટલા દર્દી તેમજ ડેન્ગ્યુના 3 પોઝેટીવ કેશ મળી આવતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. અંકલેશ્વરમાં સ્વાઈન ફલૂનાં 2 દર્દીઓના પરિવારને પણ જરૂરી આરોગ્ય ચકાસણી કર્યા બાદ દવા આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં ત્રીજી વારનો ઇન્ટ્રા ડોમેસ્ટિક સર્વેની વોર્ડ નંબર 1 થી શરૂઆત કરી 2685 જેટલા મકાનમાં રહેતા 11 હજારની વધુ લોકોની આરોગ્ય લક્ષી તપાસ કરાય હતી.

તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.દિનેશ વસાવાએ લોકોને અપિલ કરતાં જણાવ્યું હતું કે, ડેન્ગ્યુનો રોગ ફેલાતો અટકાવી શકાય તેમ છે જેના માટે સૌએ સામાન્ય કાળજી રાખવાની જરૂર છે. ખાસ કરીને ડેન્ગ્યુ એ ચોખા પાણીના મચ્છરોમાંથી થતો રોગ છે. જે માટે 24 કલાકમાં પાણી વાપરી નાખવું. તેમજ સપ્તાહમાં એક દિવસ ડ્રાય ડે રાખી પાણી ભરવાના વાસણોની સફાઈ કરી તડકામાં સુકવી રાખવા. પછી તેનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.

Next Story