Connect Gujarat
Featured

અંકલેશ્વર : કાપોદ્રામાં પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગતાં દોડધામ

અંકલેશ્વર : કાપોદ્રામાં પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગતાં દોડધામ
X

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા પાટીયા વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. કારમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ રહયું છે.

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા પાટીયા વિસ્તારમાં ગત રોજ રાત્રિના સમયે એક કારમાં આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. પાર્ક કરાયેલી કારમાં આગ કેવી રીતે લાગી તે બહાર આવી શકયું નથી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ફાયરબ્રિગ્રેડની ટીમ આવે તે પહેલાં આગ અગનગોળામાં ફેરવાઇ ગઇ હતી. કારમાં લાગેલી આગનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

Next Story