Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ કંપનીના કમ્પાઉન્ડમાંથી 1.29 લાખના સ્ક્રેપની ચોરી, CCTV સામે આવ્યા

અંકલેશ્વરઃ કંપનીના કમ્પાઉન્ડમાંથી 1.29 લાખના સ્ક્રેપની ચોરી, CCTV સામે આવ્યા
X

CCTVમાં 1 મહિલા સહીત 3 જેટલા બાળકો ચોરી કરતા કેમેરામાં કેદ થયા, પોલીસે તપાસ હાથ ધરી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એકઝેકટા મિકેનીકા કંપનીના કમ્પાઉન્ડમાં મુકેલા મશીનરી પાર્ટ્સ અને સ્ક્રેપની ચોરી થતાં જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાયી હતી. આ સમગ્ર ચોરીની ઘટના કોંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એકઝેકટા મિકેનીકા કંપનીના કમ્પાઉન્ડમાં લોખંડનો સ્ક્રેપ સહીત મશીનરી પાર્ટ્સનો સમાન રાખવામાં આવ્યો હતો. આ સામાન રાત્રી દરમ્યાંન ચોરી થતા કંપનીના સંચાલક હસમુખ પટેલને તેની જાણ થઈ હતી. જે બાદ કંપની માલિકે જીઆઇડીસી પોલીસ મથકમાં રૂપિયા 1 લાખ 29 હજારના મશીનરી પાર્ટ્સ અને લોંખડના સ્ક્રેપની ચોરી અંગેની ફરિયાદ નોંધાવ હત. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા કંપનીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં 1 મહિલા સાથે નાના બાળકો ચોરી કરતા કેદ થયા હતા. જેઓ દિવાલ કુદીને કમ્પાઉન્ડમાં પ્રસે કરતાં દેખાય છે. જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે મહિલાઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Next Story
Share it