Connect Gujarat
Featured

અંકલેશ્વર : ચંડાલ ચોકડી પાસે જીપે વાળી દીધો લારી-ગલ્લાઓનો દાટ, જુઓ શું છે ઘટના

અંકલેશ્વર : ચંડાલ ચોકડી પાસે જીપે વાળી દીધો લારી-ગલ્લાઓનો દાટ, જુઓ શું છે ઘટના
X

અંકલેશ્વરની ચંડાલ ચોકડી પાસે બેકાબુ બનેલી જીપે લારીગલ્લા અને ઝુંપડાનો કચ્ચરઘાણ વાળી દેતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. સ્થાનિકોએ જીપના ડ્રાયવરને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.

અંકલેશ્વરના ચંડાલ ચોકડી નજીક આવેલ અંબિકાનગર સોસાયટી પાસેથી પસાર થઇ રહેલી બોલેરો જીપના ચાલકે કોઈક કારણસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ બેકાબુ બની ગઇ હતી. જીપ નજીકમાં રહેલી લારી તેમજ શાકભાજીનું વેચાણ કરવા માટે બાંધેલા ઝુંપડા સાથે ધડાકાભેર અથડાય હતી. ઘટનાના પગલે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. અકસ્માતના આ બનાવમાં એક મોપેડને પણ નુકશાન થયું છે. સ્થાનિક રહીશોએ બોલેરો જીપના ડ્રાયવરને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Next Story