Connect Gujarat
Featured

અંકલેશ્વર : ચંદન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોવિડ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે 100 જેટલી PPE કીટ અર્પણ કરાઇ

અંકલેશ્વર : ચંદન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોવિડ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે 100 જેટલી PPE કીટ અર્પણ કરાઇ
X

કોરોના વાયરસના સંકટને પહોચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરમાં છેલ્લા 6 મહિનાથી સતત પોતાની સેવા અને ફરજ બજાવતા કોરોના વોરિવર્સના સ્વાસ્થ્યની ચિંતા તેમજ કોરોનાના કહેર વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતીને ધ્યાનમાં રાખી અંકલેશ્વર GIDCમાં આવેલ ચંદન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 100 જેટલી PPE કીટ અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના ઔધોગિક વસાહતમાં આવેલ વિવિધ ઉધોગો દ્વારા કોરોના વોરિયર્સ માટે અતિ મહત્વની PPE કીટ આપી કોવિડ હોસ્પિટલને સહયોગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ અંકલેશ્વર GIDCમાં ચંદન ઇન્ડસ્ટ્રીઝના સ્ટાફ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ-19 હોસ્પિટલને 50 જેટલી PPE કીટ તથા ભરૂચ સિવિલ હોસ્પિટલને 50 જેટલી PPE કીટ આપી સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે અંકલેશ્વરની ચંદન ઇન્ડસ્ટ્રીઝના ચેતન મોદી, દક્ષેશ મોદી, જીગર મોદી, અમીષ દીગસવાલા તથા ભાવેશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story