Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ કંપનીમાં ભાગીદારનાં દીકરા હોવાનું કહી ચાર શખ્સોની મેનેજર સાથે બબાલ

અંકલેશ્વરઃ કંપનીમાં ભાગીદારનાં દીકરા હોવાનું કહી ચાર શખ્સોની મેનેજર સાથે બબાલ
X

કર્મચારીઓ સાથે પણ અપશબ્દો ઉચ્ચારી ગેરવર્તન કરતાં GIDC પોલીસમાં મેનેજરે નોંધાવી ફરિયાદ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જે.એસ.કેમિકલ કંપનીમાં સવારના સમયે ચાર જેટલા અજાણ્યા શખ્સોએ કંપનીમાં ઘુસી આવી અમે કંપનીના ભાગીદારનાં દીકરા છીએ તેમ કહી મેનેજર અરવીંદ રાદડીયા પાસે કંપનીના સ્ટોક, મટીરીયલ, અન્ય દસ્તાવેજોની માંગણી કરતી હતી. અરવિંદભાઈએ તે માહિતી નહીં આપતા કંપનીના સ્ટાફના માણસો સાથે પણ ગાળાગાળી કરી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતાં. બનાવ અંગે મેનેજરે ચાર શખ્સો વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં જે.એસ.કેમિકલ નામની કંપની આવેલી છે. કંપનીમાં અરવિંદ રાદડીયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. આજે સવારના 11 વાગ્યાના અરસામાં અરવિંદભાઈ ફરજ પર હાજર હતા. દરમિયાન નિકુંજ મનુભાઈ સવાણી સહિત ચારેક શખ્સો અમે કંપનીના ભાગીદારનાં દીકરા છીએ તેમ કહી કંપનીના સ્ટોક, મટીરીયલ તેમજ અન્ય દસ્તાવેજોની માંગણી કરી હતી. દસ્તાવેજો અંગે મેનેજરે કહ્યું હતું કે. સ્ટોક, મટીરીયલ અને અન્ય કંપનીના દસ્તાવેજો મારી પાસે ન હોય કંપનીના માલિક પાસે જ હોય છે. દસ્તાવેજો અંગે ના પાડતાં આ ચારેય શખ્સો અન્ય સ્ટાફ સાથે પણ ગાળાગાળી કરી અસભ્ય વર્તન કરીને ચાલ્યા ગયા હતા. અને તમને જોઈ લઈશુ તેવી ધમકી પણ આપતા ગયા હતા. ઘટના અંગે અરવિંદ રાદડિયાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Next Story