અંકલેશ્વર : ભરૂચ જિલ્લાના કોરોના વાયરસના દર્દીઓની સારવાર જયાબેન મોદી હોસ્પિટલમાં થશે

0
207

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે પસંદગી કરવામાં આવી છે. 10 એપ્રિલથી કોરોના વાયરસના દર્દીઓનો ઇલાજ જયાબેન મોદી હોસ્પિટલમાં કરાશે.

રાજયમાં વધી રહેલા કોરોનાના પોઝીટીવ કેસને ધ્યાનમાં રાખી સરકારે દરેક જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા સુચના આપી છે. જેના ભાગરૂપે ભરૂચમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે. 10મી એપ્રિલથી જીલ્લામાંથી કોઇ પણ કોરોનાનો દર્દી મળી આવશે તો તેની સારવાર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. ભરૂચ કલેકટર એમ.ડી.મોડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કલેકટર ડૉ. એમ.ડી. મોડીયાએ જણાવ્યું હતું કે, જયાબેન મોદી હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં તબીબો અને સારવાર માટેના સાધનો ઉપલબધ્ધ હોવાથી તેની કોવિડ હોસ્પિટલ તરીકે પસંદગી કરવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાંથી કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ મળ્યો નથી પણ કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here