Connect Gujarat
Featured

અંકલેશ્વર : ડી-માર્ટના વોચમેનોનો પગાર બાકી, મોલની બહાર વિરોધ પ્રદર્શન

અંકલેશ્વર : ડી-માર્ટના વોચમેનોનો પગાર બાકી, મોલની બહાર વિરોધ પ્રદર્શન
X

લોકડાઉનમાં કર્મચારીઓને પગાર ચુકવવામાં આવે તેવી સરકારે કંપનીઓ અને સંસ્થાઓને આદેશ કર્યો હતો તેમ છતાં ડી-માર્ટના સીકયુરીટી કોન્ટ્રાકટરે છ ગાર્ડને એપ્રિલ મહિનાનો પગાર નહિ ચુકવતાં તેમણે રોષ ઠાલવ્યો હતો.

અંકલેશ્વરમાં નવ નિર્માણ પામી રહેલા ડી માર્ટ મોલમાં ફરજ બજાવતા વડોદરાની જય ભારત સિક્યોરિટી એજન્સીના 6 જેટલા ગાર્ડને એપ્રિલ માસનો પગાર ન ચુકવવામાં નહિ આવતાં તથા ત્રણ સીકયુરીટી ગાર્ડને નોકરીમાંથી છુટા કરી દેવાતાં તેમણે રોષ વ્યકત કર્યો હતો. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર નિર્માણ પામી રહેલા ડી માર્ટ મોલ માં વડોદરાની જય ભારત સિક્યોરિટી એજન્સીના 8 જેટલા ગાર્ડ ફરજ બજાવતા હતાં. જેમાંથી 6 ગાર્ડો ને એપ્રિલ માસનો પગાર ની ચુકવણી કરવામાં ન આવી હતી અને લોકડાઉનના કારણે 3 સીક્યોરીટી ગાર્ડો ફરજ આવી શકયા ન હતાં. તેઓને પગાર નહિ ચૂકવી ફરજ પરથી મોફુક કરી દેવામા આવતા સીકયુરીટી ગાર્ડસમાં રોષ જોવા મળ્યો હતો.

Next Story