Connect Gujarat
Featured

અંકલેશ્વર : DGVCLનો વધુ એક છબરડો, બંધ મકાનનું લાખોનું ફાડયું બીલ, જાણીને ઊડી જશે હોશ!

અંકલેશ્વર : DGVCLનો વધુ એક છબરડો, બંધ મકાનનું લાખોનું ફાડયું બીલ, જાણીને ઊડી જશે હોશ!
X

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના ગણેશ મીઠાઇ વિસ્તારમાં એક બંધ મકાનને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ બે લાખથી વધારે બીલ ફટકારતાં મકાન માલિકની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ડીજીવીસીએલના એકબાદ એક છબરડા સામે આવી રહ્યા છે. વીજ ગ્રાહકોને બંધ મકાનમાં પણ લાખોનું બિલ ફટકારવામાં આવી રહ્યું છે. બિલની રકમ જોઇ ગ્રાહકોના હોંશ ઉડી ગયાં છે. શહેરના ચૌટા બજારમાં ગણેશ મીઠાઇ વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત આર રામીએ ઘર બંધ હોવાના કારણે વીજ મીટર બંધ કરાવ્યુ હતું જેની અરજી 2017માં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં આપી હતી. છતાં ત્રણ વર્ષ બાદ 2020 માં 2,90,994 રૂપિયાનું તોતિંગ બીલ ગ્રાહકને ફટકારયું હતું. વીજ કંપનીની લાપરવાહી અને અચાનક તોતિંગ બિલ ફટકારતાં બંધ મકાનના માલિકની પત્નીનું બ્લડ પ્રેશર હાઇ થતાં દવા પીવી પડી હતી.

કોવિડ મહામારીની એક તરફ લોકોની આર્થિક હાલત પર અસર પડી છે ત્યાં બીજી તરફ સરકારી કચેરીઓ દ્વારા ઉઘાડી લૂંટથી લોકોની મુશ્કેલીઓ વધી છે. અગાઉ પણ અંકલેશ્વર શહેરમાં ધરખમ બીલો ફાડી વીજ કંપનીની બેદરકારીઓનો ભોગ શહેરના લોકો બની ચૂક્યા છે. હાલ તો અધિકારીઓએ મિનિમમ ચાર્જ ભરવાનો કહી નિરાકરણ લાવવાની ખાતરી આપી હોવાનું મકાન માલિકના પરિવારના સભ્યએ જણાવ્યુ હતું.

Next Story