શહેર પોલીસે ઝડપી પાડેલા શખ્સ પાસેથી ચોરીનો સામાન રિકવર કરાયો, 7 ગુનાની કરી કબૂલાત

અંકલેશ્વર શહેરનાં ગોદી વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના શખ્સને શહેર પોલીસે પ્રતિન ચોકડી નજીકથી શંકાસ્પદ રીતે પકડી તેની તલાશી લેતાં ઈલેક્ટ્રોનિક્સનો સામાન મળી આવ્યો હતો. જે બાબતે તેણે સંતોષકારક જવાબ નહીં આપતાં કડકાઈથી પૂછપરછ કરી હતી. જેમાં શહેરમાં વિવિધ 7 સ્થળોએ થયેલી ચોરીની કબૂલાત કરી હતી. ઈલેક્ટ્રોનિકની દુકાનોને નિશાન બનાવતી રાજસ્થાની ટોળકીનો આ સાગરિત પોલીસનાં હાથે ઝડપાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેની પાસેથી રૂપિયા 9750નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો શહેરમાં વિવિધ ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલવા પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. દરમિયાન શહેર પોલીસનો સ્ટાફ પ્રતિન ચોકડી વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો. તેવામાં મૂજબ મૂળ રાજસ્થાનનો વતની અને હાલમાં અંકલેશ્વરમાં ગોદી વિસ્તારમાં રહેતો સુનિલ ભારૂભાઈ કરંજ એક વિમલ થેલામાં ભરેલો સામાન લઈને જીઆઈડીસી બસ સ્ટેન્ડ તરફ ઝઈ રહ્યો હતો. જેને શંકાને આધારે અટકાવી પોલીસે તેની પૂછપરછ કરી હતી.

સુનિલ પાસે રહેલા થેલામાંથી શંકાસ્પદ સામાન મળી આવતાં તેની અટકાયત કરી હતી. બાદમાં તેની કડકરાઈથી પૂચપરછ કરતાં શહેરમાં નોંધાયેલા વિવિધ 7 જેટલાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. આ શખ્સ તેની ટોળકી સાથે મળીને ઈલેક્ટ્રોનિકની દુકાનોમાં ધાપ મારતો હતો. અને રોકડ સહિત સર સમાનની ચોરી કરતા હતા. પોલીસે તેની પાસેથી એલઈડી ટીવી,  હોમથિએટર,  અમુલ સફારી ટોર્ચ, મોબાઈલ મળી કુલ રૂપિયા 9750નો મુદ્દામાલ કબજે કરી તેના સાગરિતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY