અંકલેશ્વરની વિટ્સ શાલીમાર હોટલ ખાતે બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે.

તારીખ ૧૧ અને ૧૨મી ઓગષ્ટ ૨૦૧૮ આમ બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનમાં હેન્ડીક્રાફ્ટ, જવેલરી, ઇન્ડિયન વસ્ત્રો, આર્ટસ, ફૂટવેર સહિતની ફેશનને લગતી વિવિધ વસ્તુઓનું સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસ થી જ એક્ઝિબીશનનો લાભ લેવા આયોજક અંજુ કાલરા અને મનીશા અરોરા દ્વારા અપીલ કરાઇ છે.

બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનાં આયોજક અંજુ કાલરા અને મનીષા અરોરાએ આશાવાદ સાથે જણાવ્યુ હતુ કે ફેશન પ્રિય જનતા માટે આ એક્ઝિબીશન ખુબ જ સારૂ અને મનમોહક તેમજ આકર્ષક બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here