Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ DST દ્વારા HIV કાઉન્સેલિંગ અને ફ્રી ટેસ્ટીંગ સેન્ટરની કરાઈ શરૂઆત

અંકલેશ્વરઃ DST દ્વારા HIV કાઉન્સેલિંગ અને ફ્રી ટેસ્ટીંગ સેન્ટરની કરાઈ શરૂઆત
X

આજથી શરૂ થયેલા આ લેબ ટેસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ ડૉ. સંદિપ વાંસદિયાના હસ્તે કરવામાં આવ્યો

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અને ભરૂચ જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં કાર્યરત ડેવલપમેન્ટ સપોર્ટ ટીમ દ્વારા આજરોજ નવા પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી સંચાલિત મફત HIV ટેસ્ટીંગ અને કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="65231,65232,65233,65234,65235,65236,65237"]

જીઆઈડીસી વિસ્તારમાં આવેલા હેક્ષોન આર્કેડ સ્થિત ડેવલપમેન્ટ સપોર્ટ ટીમનાં ટ્રષ્ટી સુનિલ મેકવાને આ બાબતની માહિતી આપતા જણાવ્યું હતું કે, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં દેશભરમાંથી લોકો રોજગારી અર્થે આવતા હોય છે. આવા સંજોગોમાં ખાસ કરીને એકલા રહેતા પુરૂષો અજાણી સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધતા હોય ત્યારે તેમને જાગૃત કરવા માટે કાઉન્સેલિંગ સેન્ટર ચાલે છે. જોકે હવે અહીંથી જ HIVનાં ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જે ટેસ્ટ તદદન ફ્રીમાં કરી આપવામાં આવશે.

આજથી શરૂ થયેલા આ લેબ ટેસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ ડૉ. સંદિપ વાંસદિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ નવા પ્રકલ્પમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે રાકેશ ગોહિલ અને ધર્મેન્દ્ર પરમારની ટીમ કામ કરશે. જેઓ એઈડ્સ અંગેની જાગૃતિ અને કાઉન્સેલિંગનું કામ કરશે. આ પ્રસંગે સંસ્થાના ટ્રષ્ટીઓ સુનિલ જે. મેકવાન, અશ્વિન એન. પટેલ, માલાબેન બી. શાહ તથા સસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story