અંકલેશ્વર : પેટ્રોલિંગ પતાવી બોલેરોને પોલીસ સ્ટેશન પાસે પાર્ક કરી હતી, પણ જુઓ અચાનક શું થયું

0

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલી સરકારી બોલેરો ગાડીને ટેન્કરની ટકકરે નુકશાન થયું હોવાનો બનાવ બન્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનની બોલેરો જીપ ગત રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી. સોમવારના સવારના સમયે બોલેરો જીપમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ પતાવી પોલીસ સ્ટેશન ખાતે પરત આવ્યાં હતાં. સરકારી જીપના ડ્રાયવરે બોલેરોને જીઆઇડીસી પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરી હતી. દરમિયાન સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં એક ટેન્કરના ચાલકે પોતાનું ટેન્કર રીવર્સમાં લેતી વેળા બોલેરો કારને ટકકર મારી હતી.

ટેન્કરની ટકકરના કારણે પોલીસ કંપાઉન્ડ વોલને પણ નુકશાન થયું હતું. પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓ બહાર દોડી આવ્યાં હતાં અને ટેન્કર ચાલકની અટકાયત કરી હતી. ટેન્કરનો ચાલક નશાની હાલતમાં જણાતાં તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં સરકારી બોલેરો જીપ તથા દિવાલને નુકશાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here