Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ઘરનાં ચોથા માળે રમી રહેલું 3 વર્ષનું બાળક નીચે પટકાતાં મચી દોડધામ

અંકલેશ્વરઃ ઘરનાં ચોથા માળે રમી રહેલું 3 વર્ષનું બાળક નીચે પટકાતાં મચી દોડધામ
X

ભડકોદરા ગામમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં ચોથા માળેથી બાળક પટકાતાં સારવાર અર્થે ખસેડાયું

અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામમાં આવેલી મંગલમ રેસિડેન્સીના ચોથા માળેથી એક ત્રણ વર્ષનું બાળક નીચે પટકાયું હતું. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

હાલમાં દિવાળી પર્વ સાથે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ નૂતન વર્ષ અંકલેશ્વરનાં ભડકોદરા ગામે રહેતા માળી પરિવાર માટે જાણે દુઃખદ સાબિત થયું હતું. મંગલમ રેસિડેન્સીનાં ચોથા માળે રહેતા માળી પરિવારનો 3 વર્ષીય દૂરગેશ ગુલાબ માળી ગેલેરીમાં રમી રહ્યો હતો. દરમિયાન કોઈનું ધ્યાન નહીં રહેતાં તે અચાનક રમતા રમતા નીચે પટકાયો હતો. જેની જાણ થતાં પરિવાર હાંફળો ફાંફળો થઈને નીચે દોડી આવ્યો હતો. બાળક નીચે પટકાયું હોવાની જાણ થતાં રેસીડેન્સીનાં અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. બાળકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયું હતું

Next Story