Connect Gujarat
Featured

અંકલેશ્વર : સોળ સંસ્કારોથી અલંકિત થઇ 50 યુગલોએ પાડયા પ્રભુતામાં પગલા

અંકલેશ્વર : સોળ સંસ્કારોથી અલંકિત થઇ 50 યુગલોએ પાડયા પ્રભુતામાં પગલા
X

સાંપ્રત સમયમાં લગ્નપ્રસંગો ખર્ચાળ બની રહયાં છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મદદરૂપ થવાના ઉમદા આશયથી અંકલેશ્વરમાં ગુરૂવારના રોજ સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગૃપ તરફથી સતત પાંચમા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. હાંસોટ રોડ પર આવેલાં ગુંજ ગ્રાઉન્ડ ખાતે આયોજીત સમુહ લગ્નોત્સવમાં 50 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. લગ્નગંથ્રિથી જોડાવા જઇ રહેલી દીકરીઓએ સોળ સંસ્કારથી અલંકિત કરી, સમર્પણ, સમજણ અને સેવાનું ભાથુ આપી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગૃપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેકટ ચેરમેન ધર્મેશ ચાવડા, કો- ચેરમેન સંદિપ પટેલ, ઉપ પ્રમુખ ગણેશ અગ્રવાલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. પરિણય સંબંધોથી જોડાયેલાં યુગલોને કરિયાવર તથા અન્ય ભેટ સોગાદો આપવામાં આવી હતી.

Next Story