અંકલેશ્વરઃ ઘરનાં ધાબા ઉપર લાગેલા ઘાંસ ચારામાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

68

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે આવેલ ગોપાલ નગર ખાતે ઘર ઉપર મુકેલા ઘાંસચારામાં અચાનક લાગી હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ટેન્ડરોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

અંકલેશ્વરનાં વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ ખાતે ગોપાલ નગરના રણછોડ ખેંગારભાઈ ભરવાડના મકાનના ધાબા ઉપર પશુઓ માટેના ઘાસચારો ધાબા પર મૂકવામાં આવ્યો હતો. જે આજરોજ બપોરના સુમારે અચાનક આ ઘાસચારામાં આગ લાગી હતી. જેથી ભારે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક રહીશોએ પોતાના વાસણમાં પાણી ભરી ભરીને આગને ઓલવી નાખવા માટે નાખવાનું શરૂઆત કરી ચૂક્યા હતા.  ત્યારબાદ આ ઘટનાની જાણ થતા ડી પીએમ સીના ફાયર ફાયટરો તાત્કાલિક દોડી જઈને આગને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

 

LEAVE A REPLY