Connect Gujarat
ગુજરાત

સ્પર્ધાત્મકની પરીક્ષાની ઘર આંગણે થઈ શકે છે તૈયારી, GPSCમાં અંકલેશ્વરનાં 3 ઉમેદવારોએ મારી બાજી

સ્પર્ધાત્મકની પરીક્ષાની ઘર આંગણે થઈ શકે છે તૈયારી, GPSCમાં અંકલેશ્વરનાં 3 ઉમેદવારોએ મારી બાજી
X

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમદાવાદ-ગાંધીનગરની વાટ પકડતા યુવાનો માટે પુરૂં પાડ્યું ઉદાહરણ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ક્લાસ - 1 અને 2ની પરીક્ષા ખૂબ અઘરી હોય છે તેવી માન્યાત સૌનાં મનમાં પ્રવર્તતી હોય છે. પરંતુ તેને ખોટી ઠેરવી અંકલેશ્વરનાં 3 વિદ્યાર્થીઓ તાજેતરમાં જ યોજાયેલી ડીએસપીની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી નવું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

સામાન્ય રીતે આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓ અમદાવાદ અને ગાંધીનગરની વાટ પકડતા હોય છે. પરંતું જો યોગ્ય માર્ગદર્શન અને પુરતું સાહિત્ય હોય તો ઘરઆંગણે તૈયારી કરીને પણ પરીક્ષા પાસ કરી શકાય છે. જેનાં ઉદાહરણ રૂપે ગત તારીખ 21 ઓક્ટોબરનાં રોજ લેવાયેલી પરીક્ષાનું પરિણામ બે દિવસ પૂર્વે જ આવ્યું છે. અંકલેશ્વરનાં ખાનગી ક્લાસિસમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓ બાજી મારી ગયા છે. જેમાં શાનિયાબાનુ ઈશાકભાઈ મેમણ, અંકિત કુમાર રમેશભાઈ રણા અને આશિષકુમાર પરસોત્તમ વિડજાનો સમાવેશ થાય છે.

ખાનગી એકેડેમી સાથે સંકળાયેલા પ્રકાશ ઠાકુરે કનેક્ટ ગુજરાત સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી મોટાભાગે વિદ્યાર્થીઓ ઉદ્યોગોમાં નોકરી મેળવી પરિવારમાં મદદરૂપ થવાનું વિચારતા હોય છે. અને સ્પર્ધાત્મક પરીક્ષા ખૂબ અઘરી હોય છે તેવી માનસિકતા બાંધી લેતા હોય છે. પરંતુ ખરેખર આવું નથી હોતું. જેમાં યોગ્ય માર્ગદર્શન અને જે તે પરીક્ષાના અભ્યાસક્રમ ઉપર જો પુરતું ધ્યાન આપવામાં આવે તો તે ખૂબ સરળ છે. મોટા ભાગે આવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ગાંધીનગર કે અમદાવાદ તરફ જવાનું પસંદ કરતા હોય છે અને ભાડાનાં ઘરોમાં રહીને ખર્ચ કરતા હોય છે પરંતુ ઘરે જ રહીને પણ આવી પરીક્ષાની સરળતાથી તૈયારી કરી શકાય છે. જેના ઉદાહરણ આજે આપણી સામે છે.

Next Story