Connect Gujarat
Featured

અંકલેશ્વર : કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલના હસ્તે હોટલ સીલ્વર લીફનો પ્રારંભ

અંકલેશ્વર : કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલના હસ્તે હોટલ સીલ્વર લીફનો પ્રારંભ
X

અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં હેકઝોન આર્કેડ ખાતે શુક્રવારના રોજ હોટલ સીલ્વર લીફનો દેશના કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

હોટલ સીલ્વર લીફના ઉદઘાટન સમારંભમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, હરિધામ સોખડાના સંતો સર્વમંગલ સ્વામી અને આનંદસ્વરૂપ સ્વામી, સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ મહેશ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ એન.કે.નાવડીયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. નર્મદા હોસ્પિટાલીટી કંપનીના સંચાલકો તરફથી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ હોટલના માલિકોને અભિનંદન આપ્યાં હતાં.

અંકલેશ્વર ખાતે શરૂ થયેલી હોટલમાં આધુનિક સુવિધાથી સજજ રૂમની સાથે બેન્કવેટ હોલ અને શાકાહારી ભોજન ધરાવતી રેસ્ટોરન્ટ પણ રાખવામાં આવી હોવાનું હોટલના ઓવનર ભાર્ગવ શુકલાએ જણાવ્યું હતું.

Next Story