Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે દર્દીઓ સાજા પણ થઇ રહયાં છે

અંકલેશ્વર :  જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે દર્દીઓ સાજા પણ થઇ રહયાં છે
X

ભરૂચ જિલ્લામાં અનલોક દરમિયાન કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 139 પર પહોંચી છે તો બીજી તરફ સારવાર લઇ રહેલાં દર્દીઓ સાજા પણ થઇ રહયાં છે.

ભરૂચ જિલ્લામાં અનલોકમાં બજારો ખુલી જતાં લોકલ ટ્રાન્સમીશનના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે. જુન મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં જ 90 જેટલા કેસો સામે આવી ચુકયાં છે. કોરોના વાયરસનો જંબુસર અને ઝઘડીયા સહિતના અનેક તાલુકામાં પગપેસારો થઇ ચુકયો છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલાં ચાર દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે દર્દીઓને હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. સાજા થયેલા દર્દીઓએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર માન્યો હતો.

Next Story