14 જેટલી સ્કૂલોનાં 2200 વિદ્યાર્થીઓએ 30 વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

અંકલેશ્વરનાં ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 14મી ઈન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 જેટલી સ્કૂલોનાં 2200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ 5 દિવસ સુધી યોજાયેલી સ્પર્ધામાં 30 જેટલી ઈવેન્ટ સામેલ હતી. જેમાં ગ્રુપ અને સિંગલ પાર્ટીસિપેન્ટે ભાગ લીધો હતો. જેમાંથી નેશનલ સ્કૂલ પ્રથમ ક્રમે આવી હતી. બીજા ક્રમે લાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ત્રીજા ક્રમે પી.પી. સવાણી ઈગ્લિસ મીડિયમ સ્કૂલ રહી હતી.

આ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં સામેલ થયેલા વિજેતાઓ માટે રવિવારનાં રોજ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઈએચએસનાં સિનિઅર જનરલ મેનેજર સંદીપ મંદિર, આનંદ સ્વરૂપ તથા શાળાનાં આચાર્યો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY