Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં નવનિર્મિત સતવારા વિદ્યાર્થીભવન લોકાર્પણ સમારોહ,મહાસંમેલન અને નવચંડી યજ્ઞ યોજાયો

અંકલેશ્વરમાં નવનિર્મિત સતવારા વિદ્યાર્થીભવન લોકાર્પણ સમારોહ,મહાસંમેલન અને નવચંડી યજ્ઞ યોજાયો
X

ભરૂચ જિલ્લા સમસ્ત સતવારા જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરના આદિત્ય નગર,ભડકોદ્રા ખાતે નવનિર્મિત સતવારા વિદ્યાર્થીભવન લોકાર્પણ સમારોહ, મહાસંમેલન અને નવચંડી યજ્ઞ યોજાયો હતો.

ભડકોદ્રા ખાતે યોજાયેલ સમારંભનો મુખ્ય હેતુ સતવારા સમાજ 'એક સંયુક્ત પરિવાર'ની જેમ એકબીજા સાથે સંકળાયેલ રહે તથા સમાજના નાના-મોટા,ગરીબ-તવંગર,દરેક એકબીજાને જરૂરી સાથ સહકાર પૂરો પાડી સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણના આશયથી આ ભવ્ય સંમેલન,નવનિર્મિત વિદ્યાર્થી ભવન લોકાર્પણ, સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.જેમાં રામરોટી આશ્રમ બેટ દ્વારકાના સંત દેવશી ભગતના હાથે ઉદ્ઘાટન સતવારા જ્ઞાતિ મંડળના પ્રમુખ પ્રા.ર્ડા. કરશન ચાવડાના અઘ્યક્ષ સ્થાને કર્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજ્ય સરકારના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, હસ્તકલા નિગમના ચેરમેન શંકર દલવાડી,ગ્રામ્ય ઔદ્યોગિક વિકાસ બોર્ડ ગુજરાત રાજ્યના ચેરમેન મેઘજીભાઈ કણઝરીયા તેમજ સમસ્ત સતવારા મહામંડળ પ્રમુખ નરસી રાઠોડ વિગેરે મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા.

Next Story