Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર જોલા મંડળ લાઇબ્રેરીએ પોતાની ગ્રામ્ય લાયબ્રેરીની ઝઘડિયા તાલુકાના કપાટ ગામ શાખાની કરી શરૂઆત

અંકલેશ્વર જોલા મંડળ લાઇબ્રેરીએ પોતાની ગ્રામ્ય લાયબ્રેરીની ઝઘડિયા તાલુકાના કપાટ ગામ શાખાની કરી શરૂઆત
X

જોલા લાઇબ્રેરી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના કપાટ ગામથી ગ્રામ્ય વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીઓને ભણતરની સાથે જ્ઞાન મળે તેને અનુલક્ષીને આ લાઈબ્રેરીની શરૂઆત કરી વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કર્યું હતું.

આ લાઇબ્રેરી આગામી વર્ષોમાં દરેક ગામોમાં જઈ

નાની-નાની યુનિટ ખુલી ગ્રામ્ય કક્ષાએ લોકોને વધારે જ્ઞાન મળે તેવા ઉમદા કાર્ય કરી

રહી છે. ત્યારે જોલા લાઈબ્રેરીના ટ્રસ્ટી મંડળના સભ્ય દક્ષાબેન તથા યુએસ થી આવેલા

પ્રતિક્ષાબેને ઝઘડિયા તાલુકાના નાના સરખા ગામ એવા કપાટ ગામેથી ગ્રામ્ય લેવલની

લાઇબ્રેરીની શરૂઆત કરતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

દક્ષાબેનના જણાવ્યાનુસાર શહેરના વિધાર્થીઓને મોબાઈલ

અને ઈન્ટરનેટની સુવિધાઓથી જ્ઞાન મળતું રહે છે. પરંતુ છેવાડાના ગામ સુધી

વિદ્યાર્થીઓને જીવનમાં થતી ઘટનાઓ અને અવનવી વાતો માટે કોઈ મૂળભૂત સુવિધાઓ નથી હોતી.

જેથી કરી એ સમાજમાં આગવું સ્થાન ધરાવતા માં કાચા પડતા હોય છે. ત્યારે લાઇબ્રેરીના

કારણે એમને અવનવું જ્ઞાન ભણતરની સાથે જ મળશે. જેથી વિશ્વમાં શું ચાલે છે અને શું

ઘટિત થઈ શકે છે તેની માહિતી મળતી રહેશે.

આજે જોલા મંડળ લાઇબ્રેરીનું ઉદઘાટન કરી

વિદ્યાર્થીઓ સાથે ગમ્મત સાથે પતંગ ઉડાવી પતંગોત્સવનો પણ આનંદ મનાવ્યો હતો. આ

કાર્યક્રમમાં જોલા મંડળના સભ્ય દક્ષાબેન શાહ ,ચેતનભાઇ,

usa થી ખાસ પધારેલા પ્રતિક્ષાબેન તથા કપાટ ગામના આગેવાન ઇશ્વરભાઇ

ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Next Story