પોલીસે રૂપિયા 1.33 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં આવેલા અદનાન એપાર્ટમેન્ટમાં એક શખ્સનાં ઘરમાં જ જુગારની મહેફિલ માણી રહેલા શખ્સોને પોલીસે છાપો મારતાં ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1.33 લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં આવેલા અદનાન એપાર્ટમેન્ટમાં રહેતા મોહમદ જુબેર અબ્દુલ ગની કલીયરનાં ઘરમાં જુગારની મહેફિલ ચાલતી હોવાની સ્ટાફને મળેલી બાતમીનાં આધારે તપાસ કરી હતી. દરમિયાન સ્થળ ઉપર જુગારની મહેફિલ જમાવીને બેઠેલા 1. મોહમદ જુબેર અબ્દુલ ગની કલીયર તથા તેમની સાથે 2. સંદીપ ચૌહાણ, 3. મોહમદ બરફવાલા , 4. શાહનવાઝ શેખ, 5. મેહુલ રામી, 6. મહેફુઝ શેખ,  7. વિરલ ટેલર , 8. ઇમરાન દીવાન, 9. મહેન્દ્ર તોરવણે,10.ઝાહીદ હુસેન અબ્દુલ ગનીચંપાની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી રોકડા રૂપિયા 66630 અને મોબાઈલ તેમજ અન્ય ચીજવસ્તુઓ તથા અંગઝડતી લેતાં કુલ રકમ રૂપિયા 133560નો મુદ્દામાલ કબજે કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY