Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ખાતે રાજ્યકક્ષા કલામહાકુંભ - ૨૦૧૮ નો મંત્રી ઇશ્વરસિંહ પટેલે કરાવેલો પ્રારંભ

અંકલેશ્વર ખાતે રાજ્યકક્ષા કલામહાકુંભ - ૨૦૧૮ નો મંત્રી ઇશ્વરસિંહ પટેલે કરાવેલો પ્રારંભ
X

કલામહાકુંભ થકી રાજ્ય સરકારે લોકકલાકારોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું પ્લેટફોર્મ પુરૂ પાડ્યું છે :મંત્રી ઇશ્વરસિંહ પટેલ

ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ ધ્વારા રાજ્યકક્ષા કલામહાકુંભ-૨૦૧૮ નું આયોજન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માં શારદાભવન સેમિનાર ટાઉનહોલ ખાતે થતાં રાજ્યકક્ષાના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, વાહનવ્યવહાર - સહકાર વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે દિપ પ્રગટાવીને રાજ્યકક્ષા કલામહાકુંભ-૨૦૧૮ ને ખુલ્લો મુકાયો હતો.

આ પ્રસંગે યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના કમિશનર સતીષ એ. પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન સોલંકી, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ, પી.પી.સવાણી યુનિવર્સિટીના સંવાહક વલ્લભભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો દિપ પ્રગટાવી ખુલ્લો મુક્યા બાદ અધ્યક્ષસ્થાનેથી સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, કલામહાકુંભ થકી રાજ્ય સરકારે લોક કલાકારોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું પ્લેટફોર્મ પુરૂ પાડેલ છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી આરંભાયેલી આ કલાયાત્રાની પરંપરા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સમયમાં પણ એ જ ગતિથી ચાલતી રહી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="65495,65496,65497,65498,65499,65500"]

તેમણે ઉમેયુ* હતું કે, કલા થકી આપણા જીવનમાં હકારાત્તમક ચેતનાનો સંચાર થાય છે તેમ જણાવી ગુજરાતના યુવાધનને રચનાત્મક માર્ગે વાળવા, તેમનામાં રહેલી પ્રતિભાની સુષુપ્ત શક્તિઓને કલાના માધ્યમ ધ્વારા બહાર લાવવાના પ્રયત્નોરૂપે કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર ધ્વારા કલામહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

તેમણે ભાગ લેનાર તમામ કલાકારોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લોકકલાની જાળવણી અને તે માટે રાજ્ય સરકાર ધ્વારા છેલ્લા વર્ષોમાં થયેલી વિવિધ સ્પર્ધાઓમાં કલારસીકો ધ્વારા લીધેલ ભાગની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ખેલમહાકુંભ ક્ષેત્રે રાજ્ય સરકારે આદરેલા પ્રયત્નો અને તેના મળેલા પરિણામોની વિસ્તૃત જાણકારી આપી હતી.

યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના કમિશનર સતીષ એ. પટેલે જીવનમાં કલાનું મહત્તવ સમજાવી અંકલેશ્વરના આંગણે યોજાઇ રહેલા રાજ્યકક્ષા કલામહાકુંભ-૨૦૧૮ ની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં પી.પી.સવાણી હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. અંતે આજથી શરૂ થતાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પી.પી.સવાણી યુનિવર્સિટીના સંવાહક વલ્લભભાઇ પટેલ, પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, નગરપાલિકાના સદસ્યો સંદિપભાઇ પટેલ, જનકભાઇ શાહ સહિત આગેવાન પદાધિકારીઓ અને ભાગ લેનાર વિવિધ જિલ્લામાંથી આવેલ સ્પર્ધકો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન કાર્યક્રમ બાદ વિવિધ કલાકારોએ રાસ સ્પર્ધામાં પોતાની કૃતિ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો સહિત જનસમુદાયને કલાસંસ્કૃતિનું રસપાન કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષા કલામહાકુંભ-૨૦૧૮ માં રાસ, ગીત, મણીપુરી, ઓડીસી, લગ્નગીત, એકપાત્રીય અભિનય, સરોદ, જાડીયાપાવા, સ્કુલ બેન્ડ,હાર્મોનીયમ, ઓર્ગન, તબલા, સિતાર, ગીતાર જેવી ૧૪ કુતિઓનું આયોજન થયેલું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ૧૧૪૪ કલાકારો ભાગ લેશે. સ્પર્ધા જુદા જુદા ચાર વયજૂથમાં યોજાશે.

Next Story
Share it