Connect Gujarat
Featured

અંકલેશ્વર: હાંસોટના છેવાડાના ગામે સરકારી શાળામાં અભ્યાસ કર્યા બાદ યુવાને રાજયપાલના હસ્તે મેળવ્યો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

અંકલેશ્વર: હાંસોટના છેવાડાના ગામે સરકારી શાળામાં અભ્યાસ કર્યા બાદ યુવાને રાજયપાલના હસ્તે મેળવ્યો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
X

હાંસોટ તાલુકાનાં છેવાડાના કતપોર ગામના યુવાને સિધ્ધિ હાસલ કરી છે. યુવાન ડો.તુષાર પટેલને કૃષિ તથા સંલગ્ન અભ્યાસક્રમોના સર્વ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આપવામાં આવ્યો હતો.

હાંસોટ તાલુકાનાં છેવાડાના કતપોર અને ધમરાડ ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર ડો. તુષાર પટેલે ડો તુષાર પટેલે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય ખાતેથી સ્નાતક અનુસ્નાતક તથા પી.એચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓની કૃષિ વિશ્વવિદ્યાલય નવસારી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ હતી. 11 વર્ષ દરમિયાન કૃષિ શિક્ષણ સંશોધન અને વિસ્તરણની કામગીરીને ધ્યાનમાં લઇ સોળમાં વાર્ષિક પદવીદાન સમારોહ દરમ્યાન તેમને સંસ્થાના સર્વ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો સર્વ શિક્ષક તરીકેનું સન્માન એ કૃષિ વિશ્વવિદ્યાલયમાં કાર્યરત વિવિધ કોર્સમાં શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું સર્વોચ્ચ બહુમાન છે.

આ ઉપરાંત ડો તુષાર પટેલ દ્વારા કરાયેલ પી.એચ.ડી. સંશોધન માટે એમને કૃષિ વિશ્વ વિદ્યાલયના સર્વોચ્ચ વિદ્યાર્થી તરીકેનું બહુમાન પણ પ્રાપ્ત થયું હતું અને આ માટે તેમને ચાન્સેલર ગોલ્ડથી નવાજવામાં આવ્યા હતા.

Next Story