એલસીબી પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી 440 નંગ  શંકાસ્પદ ખાતરની બેગ કબ્જે કરી

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલી ટ્રક સાથે ચાલકની અટકાયત કરી હતી. પોલીસે કુલ રૂપિયા 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન જીઆઇડીસીમાં આવેલી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપનીમાં એક ટ્રક શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ભરી આવેલી હોવાની બાતમી મળી હતી. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાંન્ચની ટીમે આ કંપનીમાં તપાસ કરતા તેમને એક ટ્રક યુરિયા ખાતરની બેગ ભરેલી મળી આવી હતી. એલસીબીની ટીમે તપાસ કરતાં ટ્રક ચાલક નર્મદા જિલ્લાના સાગબારાના રહીશ શબ્બીર હુશેન સાકીર હુશેન આરબ હોવાનું બહાર આવ્યું હતું.

LCBની ટીમે તેની પાસેથી યુરિયા ખાતરની બેગના જથ્થા અંગે જરૂરી કાગળો,બીલ,ચલણ માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે ટ્રકમાં રહેલા રૂપિયા4 લાખ 40 હજારની કિંમતની 50 કિલોની 440 નંગ યુરિયા ખાતરની બેગ તેમજ ટ્રકની કિંમત રૂપિયા ૬ લાખ મળી કુલ 10 લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ટ્રક ચાલક શબ્બીરહુશેન આરબની અટકાયત કરી હતી. એલસીબી પોલીસે  હાલ 41(1)ડી મુજબ ગુનો નોંધી સી.આર.પી.સી 102 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY