Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : લાયન્સ સ્કુલમાં સાંસ્કૃતિક હોલનું કરાયું લોકાર્પણ

અંકલેશ્વર : લાયન્સ સ્કુલમાં સાંસ્કૃતિક હોલનું કરાયું લોકાર્પણ
X

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ સ્કુલ ખાતે

નિર્માણ પામેલાં સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની લાયન્સ સ્કુલ વર્ષ 1993થી ઉત્તરોતર પ્રગતિ કરતી આવી છે. શાળામાં અદ્યતન શિક્ષણ માટે કોમ્પયુટર લેબ, પ્રયોગશાળા, સ્માર્ટ બોર્ડ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અંકલેશ્વરની કેમો ફાર્મા કંપની તરફથી 51 લાખ રૂપિયાનું માતબર દાન આપી સાંસ્કૃતિક હોલનું નિર્માણ કરાયું છે. જેનું શુક્રવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેમો ફાર્માના મેનેજીંગ ડીરેકટર જીતેન્દ્ર પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ પટેલ સહિત અશોકભાઇ ચોવટીયા, જશુભાઇ ચૌધરી, જયેશ પટેલ, વિમલ જેઠવા, પિયુષ બુધ્ધદેવ, રતિલાલ બારોટ, દિપક રૂપારેલ સહિત મહેમાનો અને શાળાનો સ્ટાફ હાજર રહયો હતો. સાંસ્કૃતિક હોલના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ ઇતર પ્રવૃતિઓ માટે વધુ સારી સુવિધાઓ મળી રહેશે.

Next Story