ભરૂચ : અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સ્પેશ્યલ કોવિડ-19 હોસ્પિટલને 1 હજાર પી.પી.ઇ. કિટ અર્પણ કરાઇ

0

હાલ ચાલી રહેલ કોરોના મહામારીના પગલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની લુપિન લિમિટેડ કંપની દ્વારા સ્પેશલ કોવિડ-19 હોસ્પિટલને 1 હજાર જેટલી પી.પી.ઇ. કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યભરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જીલ્લામાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ-19 જયાબેન મોદી હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓને તબીબો સારવાર આપી રહ્યા છે, ત્યારે મેડિકલ સ્ટાફ કોરોના વાયરસની અસરથી સુરક્ષિત રહે તે માટે અંકલેશ્વરની લુપિન લિમિટેડ કંપની આગળ આવી છે. લુપિન કંપની દ્વારા હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સંતોષભાઈને 1 હજાર જેટલી પી.પી.ઇ. શુટની કીટ અર્પણ કરવામાં આવી હતી, ત્યારે કીટ વિતરણ દરમ્યાન લુપિન લિમિટેડ કંપની ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here