અંકલેશ્વર: માંડવા ગામે નજીવી બાબતે મામાએ ભાણેજને માર્યા ચપ્પુના ઘા

45

અંકલેશ્વરનાં માંડવા ગામે ઘરમાં મોટા અવાજે વાત કરતા મામાને રોકતા ભાણેજને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી તેની હત્યાની કોશિશ કરાતા ખળભળાટ મચી જવા પામી છે.

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે નજીવી બાબતે મામાએ ભાણેજની હત્યાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે.માંડવા ગામે માછી પટેલ ફળિયામાં રહેતા ગોમાનભાઇ પટેલ ઘરમાં મોટા અવાજે વાત કરતા હતા. આ બાબતે તેમની ભાણેજ હિતાક્ષી પટેલે તેમને ધીમે વાત કરવા કહ્યું હતું જેથી ગોમાન પટેલ ઉશ્કેરાઈ ગયો હતો અને ભાણેજ હિતાક્ષીને ગળાના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.હિતાક્ષી ગંભીર રીતે ઘાયલ થતા તેણે સારવાર અર્થે ખસેડવામાં આવી છે.આ બનાવ સંદર્ભે શહેર પોલીસે મામા ગોમાન પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

1 COMMENT

LEAVE A REPLY