ભરૂચ: અંકલેશ્વરની મોબાઈલ શોપમાં રૂ. 1.90 લાખના મત્તાની ચોરી, તસ્કરોની કરતૂત થઈ CCTVમાં કેદ

0

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ બૈતુલ કોમ્પ્લેક્ષની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ મોબાઈલ શોપમાંથી રૂપિયા 1.90 લાખના માલમત્તાની ચોરી કરી હતી, જ્યારે ઓટો ઇલેક્ટ્રીક્સની દુકાનમાં ચોરી કરવા પ્રવેશેલા તસ્કરો પૈકી એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વર શહેરના નેશનલ હાઈવે નં. 48 પર આવેલા અન્સાર માર્કેટ નજીક બૈતુલ કોમ્પ્લેક્ષની દુકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. એન.જી.એન મલ્ટી કલેક્શન મોબાઈલ શોપનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશી રૂપિયા 1 લાખ 62 હજારની કિંમતના 17 નંગ મોબાઈલ, 1 લેપટોપ તથા મોબાઈલની એસેસરીઝ મળી કુલ કિંમત રૂપિયા 1.90 લાખના મત્તાની ચોરી કરી હતી, જ્યારે બાજુમાં આવેલ આઝાદ ઓટો ઇલેક્ટ્રીક્સની દુકાનમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કરતાં તસ્કરોને કઈ હાથ લાગ્યું ન હતું. જોકે ચોરી કરવા આવેલા તસ્કરો પૈકી એક તસ્કર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સમગ્ર બનાવ અંગે મોબાઈલ શોપના માલીક સોહીલ શબ્બીર સૈયદે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here