Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : મોદીનગર મિશ્ર શાળામાં બાળકોને સ્વેટરનું વિતરણ

અંકલેશ્વર : મોદીનગર મિશ્ર શાળામાં બાળકોને સ્વેટરનું વિતરણ
X

શિયાળાની શરૂઆત થતાંની સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. ઠંડીમાં સૌથી વધારે કફોડી હાલત વહેલી સવારે શાળાએ જતા બાળકોની બનતી હોય છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મોદીનગર મિશ્ર શાળા નંબર -18 ખાતે સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. બાળકોને શુભશ્રી પીગમેન્ટ કંપની તરફથી સ્વેટરની ભેટ આપવામાં આવી છે.

આ પ્રસંગે કંપનીના ડીરેકટર ક્રિષ્ણાસ્વામી શ્રીવત્સન, તેમના પત્ની ગીતાબેન શ્રીવત્સન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરપર્સન કીંજલબા ચૌહાણ, વાઇસ ચેરમેન ગણેશ અગ્રવાલ અને સભ્ય નયનાબેન વકીલ અને જીજ્ઞેશ અંદાડીયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આગામી દિવસોમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સુવિધાઓ અને સવલતોમાં વધારો કરી તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા વધુ પગલાં ભરવાની ખાતરી મહેમાનોએ આપી હતી. ગીતાબેન શ્રીવત્સનના માતૃશ્રી ચંપાબહેનના જન્મદિવસ નિમિત્તે સ્વેટર વિતરણનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.

Next Story